પૃષ્ઠ:Kalyanika - Gu - By Ardeshar Khabardar.pdf/૧૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૬
કલ્યાણિકા
 


જોતાં જોતાં આંખ મીંચાઈ,
સુણતાં ખોયા કર્ણો :
જ્ઞાન ચઢી મુજ ખભાં દબાવે,
કેમ ચલાવું ચરણો ?


મારા તૂટે તનના તાર રે, કો લઈ જાઓ રે સંત !
મારા પ્રીતમને દરબાર રે કો લઈ જાઓ રે સંત ! ૩


“ફેંકી દે શણગાર તીરથ સૌ,
ભાર ભર્યા તુજ દેહે :
એ વાદળ વચમાં શાં વસમાં ?
આવ સરળ તુજ સ્નેહે !”—


મારા છૂટ્યા એ સૌ ભાર રે, કો લઈ જાઓ રે સંત !
મારા માલિકને દરબાર રે કો લઈ જાઓ રે સંત ! ૪