કલ્યાણ
• ભદ્રિકા છંદ[૧] •
૧
શું સામે આવે અંધારાં ? પ્રભુ બેઠા છે માથે ! શું હૃદયેથી સર્યાં સવારાં ? પ્રભુ બેઠા છે માથે ! રાત જશે કાળીમાં કાળી, ઉષા હૃદય દેશે અજવાળી ; કર્મ કરો ચિંતા સૌ ટાળી ! કલ્યાણ ! કલ્યાણ ! કલ્યા.........ણ !