લખાણ પર જાઓ

પૃષ્ઠ:Kalyanika - Gu - By Ardeshar Khabardar.pdf/૧૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૨
કલ્યાણિકા
 


૬

શું કરશે માનવની મરજી ?
⁠પ્રભુ બેઠા છે માથે !
શું બનશો માનવના ગરજી ?
⁠પ્રભુ બેઠા છે માથે !
પ્રભુને ઉરસિંહાસન થાપો !
સુખદુખ છે પ્રભુના આલાપો :
જે આપો તે, પ્રભુજી ! આપો !
⁠કલ્યાણ ! કલ્યાણ !
⁠કલ્યા.........ણ !