પૃષ્ઠ:Kalyanika - Gu - By Ardeshar Khabardar.pdf/૧૧૧

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પ્રકાશ
૧૦૩
 
નવપ્રકાશ

• રાગ માઢ - તાલ હીંચ[૧]


જરી આવી આવીને કંઈ જાય રે :
એ તો હશે ક્યાંના એવા ઝબકાર ?
મારું અંતર અંજાય ને મુંઝાય રે :
એ તો હશે ક્યાંના એવા ઝબકાર ?— ( ધ્રુવ )

ઊંડા આકાશ રહે દિશદિશ ઘેરાઈ, ને
ઊતરે ઊંડા અંધાર ;
ક્યાંથી ને કોણ એનાં પટને વીંધે આ ?
ઝબકીને જોઉં પળવાર રે !
એ તો હશે ક્યાંના એવા ઝબકાર ? – જરી∘ ૧

રાતે હું સૂતો ને દિનભર યે સૂતો,
ઊઘડ્યાં ન સાચાં દિદાર :
ઘેરાં ઘસાઈ ઘન વેદન પોકારે,
ઊડે ત્યાં વીજચમકાર રે !
એ તો હશે ક્યાંના એવા ઝબકાર ? – જરી∘ ૨


  1. " મન માયાના કરનારા રે " - એ ગીતના લયમાં.