પૃષ્ઠ:Kalyanika - Gu - By Ardeshar Khabardar.pdf/૧૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૪
કલ્યાણિકા
 


જૂઠા સંસારની વેઠી હલામણ ને
જૂઠા વહ્યા તન ભાર :
આજે પડળ શું એ ઊતર્યાં આંખનાં ?
પલક્યું શું કાંઈ પેલી પાર રે ?
એ તો હશે ક્યાંના એવા ઝબકાર ? – જરી∘ ૩

એ રે ઝબકારની પાંખો પકડવા
લાવો કો સ્નેહનો તાર !
પલકી જરાક ફરી ઊડી ન જાય એવો
બાંધું એ અંતરને બાર રે !
જશે પછી ક્યાં એ ઊડી ઝબકાર ? – જરી∘ ૪