આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પ્રકાશ
૧૦૯
અજવાળિયાં
• પદ[૧] •
સંતો ! અણદીઠાં દીઠાં આજ રે,
પેખી સ્વર્ગ ને પૃથ્વીની પાજ રે :
સંતો ! આંખે ઊગ્યાં અજવાળિયાં એ જી !– ( ધ્રુવ )
પાંપણ કેરી ધારથી રે
ઊંડો વરસી રહ્યો'તો અંધાર :
એક કિરણ પેઠું પોપચે
ને ત્યાં ચમકી રહ્યો ચમત્કાર રે !
સંતો ! આંખે ઊગ્યાં અજવાળિયાં એ જી ! ૧
આભનું ભૂરું પોપચું રે
જેમ ઘોર ઘને ઢંકાય ;
સપ્તરંગી ભવું ખોલતાં
ત્યાં તો લીલા અલૌકિક થાય રે !
સંતો ! આંખે ઊગ્યાં અજવાળિયાં એ જી ! ૨
રહેતી અંધારી ઓરડી રે
તેમાં નહોતું દેખાતું કાંઈ :
આજ ખુલી તેની બારી, ત્યાં
દીઠી અદ્ભૂત સૃષ્ટિ સમાઈ રે !
સંતો ! આંખે ઊગ્યાં અજવાળિયાં એ જી ! ૩
- ↑ " સાધુ ! વોહી બિધ રહેના રામસેં એ જી ! "- એ ભજનની રાહ.