લખાણ પર જાઓ

પૃષ્ઠ:Kalyanika - Gu - By Ardeshar Khabardar.pdf/૧૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૧૪
કલ્યાણિકા
 


દિગંત દે અંતરની ખોલી,
અનંતતાની સુણી લે બોલી !
એનો રવ છે કંઈ ન્યારો, ન્યારો, ન્યારો રે !
સમજ મનવા !
ઓમ વિના નથી આરો ! — ઓમ∘ ૩

સ્વર સ્વરથી સ્વર્ગો ઊઘડશે,
પ્રભુસિંહાસન નજરે પડશે :
જડશે ફરી ક્યાં એ વારો, વારો, વારો રે ?
સમજ મનવા !
ઓમ વિના નથી આરો ! — ઓમ∘ ૪