પૃષ્ઠ:Kalyanika - Gu - By Ardeshar Khabardar.pdf/૧૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
આનંદ
૧૨૧
 




આત્માનંદ

• રાગ બિહાગ — તાલ ત્રિતાલ •


નાથ હો ! ભરભર લ‌ઉં આનંદ !
સ્નેહસુધા રેલાય સદોદિત
ઊગતાં ઉરમાં ચંદ :
નાથ હો ! ભરભર લ‌ઉં આનંદ ! — (ધ્રુવ)

સૃષ્ટિ સકળ આ થાય સુવાસિત
જ્યાં વહે સ્નેહસુગંધ ;
સૃષ્ટિ વિષે ન સુગંધ વસે કો,
છે નિજ અંતરબંધ :
નાથ હો ! ભરભર લ‌ઉં આનંદ ! ૧

ચંદ્રતણું અમૃત આકાશે
જ્યોતિ ભરે સુખકંદ ;
અંતર કુંભ ભર્યો અમૃતનો,
તે છલકે નિજ છંદ :
નાથ હો ! ભરભર લ‌ઉં આનંદ ! ૨