પૃષ્ઠ:Kalyanika - Gu - By Ardeshar Khabardar.pdf/૧૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૨૨
કલ્યાણિકા
 


રસનામાં રસકસ સૌ વસતા,
તે વિણ રસ સૌ મંદ :
શૂન્ય હૃદય શો રસ લઈ જાણે,
જો ન ઊઠે ત્યાં સ્પંદ ?
નાથ હો ! ભરભર લ‌ઉં આનંદ ! ૩

ફૂલ ફૂલ ડોલે, પાન હિંચોળે,
ખોલે પ્રાણ બુલંદ ;
અનંતતાને આંગણ ઢોળે
ઉર નિજ તારકવૃંદ :
નાથ હો ! ભરભર લ‌ઉં આનંદ ! ૪

જ્યોતિ સ્ફુરે નહીં, જ્યોતિ ઝરે નહીં,
એ આંખો રહે અંધ :
નાથ ! સભર આનંદ ભરી ઉર
જગત વહું મુજ સ્કંધ !
નાથ હો ! ભરભર લ‌ઉં આનંદ ! ૫