લખાણ પર જાઓ

પૃષ્ઠ:Kalyanika - Gu - By Ardeshar Khabardar.pdf/૧૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
આનંદ
૧૨૩
 




માલિકની મહેર

• પદ[]


તારી તે મહેર, મારા માલિક ! છે કેવી રે !
સૃષ્ટિ છલકાય તારા સ્નેહે રે :
તારા પ્રસાદથી છે અણુ યે ન ખાલી રે,
ખીલે બધું તુજ અમીમેહે રે :
તારી તે મહેર, મારા માલિક ! છે કેવી રે !

આભે અંધારપાટી પ્રકૃતિએ ટાંગી રે,
તો તેં લખ્યા ત્યાં જ્યોતિલેખો રે ;
અંધી આ રહેતે સદા માનવની આંખો રે,
જો ન જડત એ હીરામેખો રે !
તારી તે મહેર, મારા માલિક ! છે કેવી રે !

તારી અમારી વચ્ચે વાદળ છાતાં તું રે
તેની પખાલ ચીરે વીજે રે !
અમૃત ત્યાંથી વરસી અમને તું રાખે રે
પાવન તે પંથની પતીજે રે !
તારી તે મહેર, મારા માલિક ! છે કેવી રે !


  1. " મનને ચઢાવી મેલ્યું ચાકડે રે, " એ ભજનની રાહ.