ઊડ્યાં સ્વપ્ન ઉષાનાં સુરવનકુંજ સ્મરાવતાં,
પરમ પ્રભાતતણાંય વિલોપ્યાં મોતનચિત્ર ;
વિરમ્યા તેજલ હય ખૂંદી શિખરો મધ્યાહ્નનાં,
સંધ્યાનયને હાવે ઝૂમે શાંતિ પવિત્ર !
વહાલાં ! મીઠી મીઠી વાગે દૂર કો ઘંટડી ! ૩
સ્નેહ અને જીવન કેરાં આતિથ્ય મળ્યાં ભલાં,
પગમાં ભાંગ્યા કંટક ત્યમ આવ્યાં કર ફૂલ ;
મટ્ટીની કાયામાં મહોર્યો પ્રાણ પ્રભાભર્યો ;-
ફૂટે દીવી : થાય ભલે દીપક પણ ગૂલ !
વહાલાં ! મીઠી મીઠી વાગે દૂર કો ઘંટડી ! ૪
ભાગે આવ્યું તે સૌ ભાગ્ય પ્રમાણે ભોગવ્યું,
પ્રભુએ દીધું તે સૌ લીધું બંને હાથ ;
જીવનની નાવડીએ બેસી ફરજ અદા કીધી;-
એ ડૂબે : પણ ત્યાં મુજ કર ધારે મુજ નાથ !
વહાલાં ! મીઠી મીઠી વાગે દૂર કો ઘંટડી ! ૫
ધરતીમાતા કરી દેશે કાયાનું ફૂલડું,
પ્રાણે કો નવતારક ચેતવશે આકાશ ;
મારાં ગીત વસંતઉરે નવફાગ ઉડાવશે,
તેમાં ખીલશે ને ટમટમશે મારી આશ !
વહાલાં ! મીઠી મીઠી વાગે દૂર કો ઘંટડી ! ૬
પૃષ્ઠ:Kalyanika - Gu - By Ardeshar Khabardar.pdf/૧૪૧
દિશાશોધન પર જાઓ
શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૩૪
કલ્યાણિકા
