પૃષ્ઠ:Kalyanika - Gu - By Ardeshar Khabardar.pdf/૧૪૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૩૮
કલ્યાણિકા
 

તેની રાખ અમારા શરીર પર ચોળી છે, અર્થાત્ જગતના બાહ્ય પદાર્થમાં અમને જરા રસ રહ્યો નથી. અમારી સર્વ વૃત્તિઓ કેવળ ઈશ્વર તરફ જ વળી છે.

કડી ૬. જગતરૂપી વસ્ત્ર અમારે શા કામનું છે ? એ પહેરવાથી તો ઉલટું અમારું શરીર મેલું બને. અમને તો એ વસ્ત્રના પહેરનાર-પ્રભુ-તરફ પ્રેમ છે. જગતની ઉપાધિમાં પડવાથી અમારો આત્મા હીન બને. અમને તો જગતના સર્જકને ચાલક તરફ જ પ્રીતિ છે. પ્રેમી પ્રિયાનાં વસ્ત્રો નથી જોતો, એને તો પ્રિયાનાં જ દર્શન કરવાં હોય છે, તેમ અમારે ઈશ્વરકૃત જગત નથી જોઈતું, પણ જગત્કર્તા ઈશ્વર જ જોઈએ છે.

કડી ૮. હદ્દ છોડીને એટલે આ સાન્ત જગત તજીને અમે બેહદમાં-અનન્તમાં-પ્રભુમયતામાં-ગયા. એ અનુભવ વર્ણવી શકાય એવો નથી. તમે ડાહ્યાં હો, દુનીયાદારીનાં માણસ હો, તો અમારા જેવા ઈશ્વર પાછળ પાગલ બનેલાઓના સાથમાં ન આવશો.

પૃષ્ઠ ૯. રસરેલ सर्वं खल्विदं ब्रह्म - આ બધું જ બ્રહ્મ છે. એનાથી ભિન્ન એવું કંઈ જ નથી. જે જે દેખાય છે તે સર્વની પાછળ એક જ અખંડ આત્મતત્ત્વ રહેલું છે.

કડી ૨. એકતાની ભાવનાના રસે આખી ખલક-દુનિયા ભીંજાઈ રહી છે. ત્યાં કોઈ પણ પ્રકારની ભિન્નતા રહી નથી. આંખ ભલે કરોડ છે પણ તે એક જ તેજનું ગ્રહણ કરે છે, તેવી રીતે દુનિયામાં દેખાય છે કરોડ જુદી જુદી વસ્તુએ પણ તે સર્વની પાછળ રહેલું તત્ત્વ તો એક જ છે.

કડી ૯. એ બ્રહ્મ રસમાં-આત્મૈક્યભાવના રસમાં જે પૂરેપૂરા ડૂબી ગયા અર્થાત્ જેને એનો સંપૂર્ણ રીતે અનુભવ થયો તે જ આ સંસારને તરી ગયા.

કડી ૧૦. દેહને લીધે 'મારું તારું' આદિ ભેદભાવ પ્રવર્તે છે. એ દેહાભિમાન ખસેડીને જુઓ તો માલુમ પડશે કે આ બધું જ બ્રહ્મસ્વરૂપ છે. અને એ અનુભવ થયા પછી કોણ કોનાથી જુદું રહી શકશે ?

પૃષ્ઠ ૧૦. આત્માનો સગો અંગનાં એટલે કે પાર્થિવ સંબંધનાં સગાંઓ દૂર છે કે પાસે છે તે પણ મારાથી પરખાતું નથી. તું જ મારા આત્માનો સગો છે અને મારું હૃદય તારું જ સગપણ કબૂલ કરે છે. તું મને મૂકીને ક્યાંય નહિ જાય એવી મને ખાતરી છે.

કડી ૨. માટીનું બનેલું સ્થૂળ શરીર ને રેતીનાં બન્યાં હોય એવાં જૂઠાં સગાંવહાલાંઓમાં વિશ્વાસ રાખીને આખી દુનિયા ભ્રમણામાં પડી છે