પૃષ્ઠ:Kalyanika - Gu - By Ardeshar Khabardar.pdf/૧૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
ટિપ્પણ
૧૪૧
 

કડી ૬-૭. તેં રચેલી માયાના લટકે બધાં મોહ પામે છે. હું પણ માણસ છું એટલે ઘડીભર એનાથી ખેંચાઈ જાઉં છું. આ દુનિયાનાં સુખ વિલાસ વગેરેનાં આકર્ષણે બંધાઈ તને ભૂલી જાઉં છું. પણ ત્યાં તારો સાદ સંભળાતાં-તારી મદદ ખડી થતાં ભૂલમાં પડેલો મારો આત્મા ફરી જાગૃત થાય છે ને હું સમજું છું કે આ જગત દેખાય છે તે તું નથી, એમાં તારી અનેક પ્રતિમૂર્તિ -નકલો છે, પણ તારું સાચું સ્વરૂપ નથી. તારાં પ્રતિબિમ્બો છે - પણ મૂળ બિમ્બ તો બીજે જ છુપાયું છે. એવું તારું જગત મારે નથી જોઇતું. જેમ કોઈ મનુષ્ય બાળકને રમકડાં આપી પોતે સંતાઈ રહે તેમ તું મને જગતના વિવિધ પદાર્થો રૂપી રમકડાં આપી સંતાઈ રહ્યો છે. મારે શું આખી જીંદગી આવાં રમકડાંથી રમીને જ સંતોષ માનવો ? અમારે તારા વિયોગે રડવું રહ્યું, ને તું તો સંતાઈને જોયા કરે છે ! તું નવાંનવાં રમકડાં આપે છે પણ તે ભાંગી નહીં જાય ? આ ક્ષણભંગુર જગતના પદાર્થો ક્ષણજીવી જ રહેવાના. આવી તારી પ્રેમભરી બનાવટ શાશ્વત - હંમેશની - છે. પણ મારે એવું જગત નથી જોઈતું.

પૃષ્ઠ ૨૫. પ્રભુનો જ સાથ મારે સ્વર્ગ જોઈતું નથી, મારે તો પ્રભુ ! ફક્ત તારો સાથ જોઈએ છે. તરા વિના બીજું સર્વ ઊણું ને અધુરૂં છે.

કડી ૪. વરસાદનાં થોડાંક બુંદ પડે કે કમોસમમાં માવઠું થાય તેથી જેમ પાક નીપજતો નથી, તેમ સ્વર્ગ મળ્યે મારા અંતરની આશા સંપૂર્ણ રીતે સંતોષાય એમ નથી. હું તો તારી કૃપાની ભરપૂર હેલીઓ વાંછું છું.

કડી ૬. સમુદ્રમાં મોતી પાકે એવું તારું નૂર છે. હું નાના સરખા બિન્દુ જેવો છું - પણ એ સિન્ધુનું - દરિયાનું બિન્દુ છું. એટલે આપણા બંનેનું પોત એક જ છે. બંનેમાં એક જ મૂળ તત્વ રહેલું છે. માટે મને તારો જ સાથ જોઈએ છે.

પૃષ્ઠ ૨૯. તલાવડી દૂધે ભરી રે વિશ્વરૂપી આ તલાવડી શુદ્ધ ચેતનરૂપી દૂધથી ભરેલી છે ને પુણ્યકૃત્યરૂપી મોતી વડે એની પાળ બાંધી છે. ત્યાં ઉચ્ચ પ્રદેશનો હંસ, ઈશ્વરનો અંશભૂત જીવાત્મા, આવીને દૂધ ને મોતી છોડીને લીલી શેવાળ ચરે છે, અર્થાત્ આધ્યાત્મિક તત્ત્વથી વિમુખ થઈ સંસારના બાહ્ય પદાર્થોમાં રચ્યોપચ્યો રહે છે. એ તળાવે દૂધ ને મોતીનો ચરો ચરવા ચંદા ને તારા આવે છે.

કડી ૪-૫. સૂરજ દાદાની દીકરી ઉષા પૂર્વને રોજ આ તલાવડી પર આવે છે. એમાં નાહીને પોતાના વાળે મોતી પરોવે છે ને જગત પર જાતજાતના રંગો પાથરે છે. દિનને કરનારા સૂર્યનાં કિરાણ રૂપી હંસો દશે દિશાથી ઊડતા