પૃષ્ઠ:Kalyanika - Gu - By Ardeshar Khabardar.pdf/૧૪૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૪૨
કલ્યાણિકા
 

ઊડતા આવે છે ને એના દુધ વડે પોતાના શરીરને ઉજ્જવલ બનાવે છે, ને યથેચ્છ મોતીનો ચારો ચરે છે.

કડી ૭-૮. હે ઉચ્ચ પ્રદેશના વાસી હંસલા, પ્રભુના અંશરૂપ જીવાત્મા, તારે તે જગતના વિષયોરૂપી શેવાળ ચરવાની હોય ? એમાં તો કંઈ તત્ત્વ નથી. તારાં ખરેખરાં ભક્ષ્ય-ખોરાક તો આ રસે ભર્યાં મોતી ને દૂધ છે. તું કેવળ સુધામય અર્થાત્ અમૃત તત્ત્વથી બનેલો છે, તારું તેજ અપાર્થિવ છે. માટે તું જ્ઞાન-ચેતનરૂપી દુધ ઝીલીને પુણ્યકૃત્યરૂપી મોતીનો ચારો ચરી એના દિવ્ય તેજથી દીપતો આધ્યાત્મિકતાના ઉચ્ચ પંથે ઊડ્યો જા.

પૃષ્ઠ ૩૨. દિવ્ય પ્રતિબંધ મારી પાસે અનેક પ્રકારની સંપત્તિ છે, તોયે પગલે પગલે મને અંતરાયો કેમ નડે છે?

કડી ૨-૩. મારે માટે આ અનંત ને ઊંડું આકાશ ઊડવા માટે છે. છતાં દિશાના છેડા જોઇ હું ડરી શા માટે જાઉં છું? હૃદયમાં ઊંડેઊંડે અદ્ભુત આશા રહેલી છે, પણ એના તંતુ તૂટી કેમ જાય છે?અલૌકિક સ્વપ્નોમાં હું રમી રહું છું, તો પણ નસીબમાં આખરે મારે આ પૃથ્વીની ધૂળ જ કેમ રહે છે ? મારા મુખ પર સુંદર સ્મિત ફરકી રહે છે, છતાં હૈયામાં આ કયા કાંટા ભોંકાય છે ? અર્થાત્ હું શુદ્ધ, મુક્ત સ્વતંત્ર આત્મતત્ત્વ છું, છતાં આ જડ જગતનાં બંધનો મને કેમ બાંધી રહ્યાં છે ?

કડી ૫. મારે પગલે પગલે તારા દિવ્ય પાશો-તારી માયાનાં અલૌકિક બંધનો રહ્યાં છે, તેમ છતાં મારો આત્મા પોતાની પાંખ વીંઝે છે. ઉચ્ચ આધ્યાત્મિક પ્રદેશમાં ઊડવા એ પ્રયત્ન કરી રહ્યો છે. તારા ગગનમાં પ્રેમના પાવક પ્રજળે છે, છતાં આ કઇ શક્તિ મારી આંખને ઢાંકી રહી છે ? ઈશ્વરનો પ્રેમ પ્રવાહ અખંડ વહી રહ્યો છે, છતાં માયા મનુષ્યની દૃષ્ટિને આવરી રહી છે.

પૃષ્ઠ ૩૪. કમળતલાવડીનો હંસલો કમલોથી ભરેલી તલાવડી આગળ હંસ ઊભો રહ્યો છે. કમલો પર ભમરાઓ ગુંજારવ કરી રહ્યા છે ને હંસ પોતાની પાંખ બીડી તલાવની, કમલની ને ભ્રમરની સુદરતા પર મુગ્ધ થઇ ઊભો રહ્યો છે.

કડી ૪. પણ આ સર્વ સૌન્દર્ય ક્ષણજીવી છે. એક ઘડીમાં મનને મોહ પમાડી એ ઊડી જાય છે. પણ હંસ આંખ મીંચી ઊભો રહ્યો છે તેને ખબર નથી કે આ સુંદરતા ક્યાં સુધી ટકશે ? પાર્થિવ વિષયોની મોહિનીથી મુગ્ધ બનેલો જીવ જાણતો નથી કે એ સૌ ક્યાં સુધી ટકશે ?

કડી ૬. કમળતલવડી પર ઊભા રહેલા હંસ ! પાર્થિવ વિષયોના આકર્ષણમાં ભમી રહેલા જીવાત્મા ! તારી આંખો ખોલ, સાચું જ્ઞાન મેળવ ! ભલે