પૃષ્ઠ:Kalyanika - Gu - By Ardeshar Khabardar.pdf/૧૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
ટિપ્પણ
૧૪૩
 

ભમરા કમળ પર ગુંજારવ કરે, વિષયી જીવો વિષયોમાં ભલે અટવાય. તે તારી પાંખ શા માટે બીડી રાખી છે ? તું ઉચ્ચ આધ્યાત્મિક પ્રદેશનો પ્રવાસી છે. તું તારે ઊડ્યો જા !

પૃષ્ઠ ૩૯. દેવનો મોક્ષ મેં મારા મંદિરમાં દેવને સોનાના સિંહાસન પર પધરાવ્યા, મોંઘાં મોંઘાં ફૂલો એને ચઢાવ્યાં, ધૂપ ધરાવ્યા, દરરોજ એની પૂજા અર્ચના કરી. પણ મારું મંદિર તૂટી ગયું ને દેવ જતા રહ્યા ! બાહ્ય ઉપચારોથી પ્રભુ પકડી શકાતા નથી. એને તો સાચા હૃદયની ભક્તિ જોઈએ છે. આત્મા-પરમાત્માનું સાટું તો અંતરનું છે, તેને બહારની પૂજા કેમ સિદ્ધ કરે ?

પૃષ્ઠ ૪૦. પ્રભુની પ્રીત ઈશ્વર જોડે પ્રીત બાંધવી એ સહેલી વાત નથી. એ કાર્ય તો માથું મૂકી કરવા જેવું વિકટ છે.

કડી ૩.એ કાંઈ મોજમજા કરવાનું સ્થાન નથી, પણ પ્રેમનું પવિત્ર મંદિર છે. માથું કાપીને જે પહેલાં આંગણામાં મૂકે તેને જ એ પ્રેમમંદિરમાં પ્રવેશ કરવાનો અધિકાર મળે છે. અર્થાત્‌ હુંપદ તજી, અહંભાવ ભૂલીને જે કેવળ તન્મય થઈ જાય તેના જ હૃદયમાં પ્રભુ પ્રત્યે સાચો પ્રેમભાવ પ્રકટે છે.

પૃષ્ઠ ૪૨. મનબંધન મારું મન અત્યંત ચંચળ છે. એને તારા તરફ હું શી રીતે વાળું ? એને તો અનેક વિષયોમાં ભમવાની ટેવ પડી ગઈ છે. ઊંડી ઈન્દ્રજાળ-માયાવી રચના-હોય એવું એ છે. એને હું શી રીતે સ્થિર બનાવું ?

કડી ૬ એને હું લાડ કેમ લડાવું ? ભમતા ઢોરને જેમ ખીલે બાંધી તાળું મારવું પડે છે તેમ એ સત્યંત ચંચળ મનને હું ઈશ્વરરૂપી ખીલે બાંધી ભક્તિરૂપી તાળું મારું તો જ એ તારા તરફ સ્થિરભાવે વળેલું રહેશે.

પૃષ્ઠ ૪૪. ઉરની ભરતી કડી ૧ - ૨ હે ઈશ્વર, હું તને મારા મનમાં શી રીતે રમાડું ? મારૂં મન તારી પ્રત્યે શી રીતે વાળું ? મારા શરીરમાં ને મનમાં ખૂબ બળપૂર્વક માયાએ પોતાનું સામ્રાજ્ય જમાવ્યું છે. જરા પણ જગા તારે માટે બાકી રહી નથી. તેમાં તારું ગાન કરી આનંદ પામવા મને સહેજ પણ અવકાશ મળતો નથી. પહેલાં તો માયા મારા પ્રેમનું પાત્ર-પ્રિયતમા-બનીને મારા મનમાં પેઠી ને હવે એણે મારું આખું જીવન કબજે કરી લીધું છે.

કડી ૪ - ૫ આ જગતમાં જે ભિન્ન ભિન્ન પદાર્થો દેખાય છે તે નામ તથા રૂપને લીધે જુદા જુદા દેખાય છે. તત્ત્વ તો સૌની પાછળ એક જ છે. એ નામ રૂપની વ્યાખ્યા કરવા, એનાં લક્ષણો પકડવા, તું હુંરૂપે અર્થાત્‌ માનવી સ્વરૂપે જગતમાં આવ્યો. एकोऽहं बहु स्याम़ હું એક છું તે અનેકરૂપે થાઉં, એવી ઈચ્છા કરી