પૃષ્ઠ:Kalyanika - Gu - By Ardeshar Khabardar.pdf/૧૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૪૪
કલ્યાણિકા
 

તું જ જુદા જુદા સ્વરૂપે જગતમાં આવ્યો. પણ એ નામ ને રૂપ-સંસારના પદાર્થો-મનના માયારૂપી કૂવામાં જઈને બંધાઈ પડ્યાં. પણ હૃદયમાં હું ભક્તિભાવની એવી જબરી ભરતી ચઢાવું ને તારી લગની એવી લગાડું કે માયા ધીરે ધીરે મનમાંથી હટતી જશે ને મન હાલ માયામય છે તે પછી હરિમય થઈ રહેશે.

પૃષ્ઠ ૪૬ માયાની લગની કડી ૧ હે જીવ ! તારું મન માયા વડે આકર્ષાઈ ગયું છે. પણ આ માયામય જગતની આશા ક્યાં લગી કરવી ? માયા એ જ માતા રૂપે ભેદભાવને જન્માવે છે ને પત્નીરૂપે એ જ માયા તને આકર્ષી રહી છે. આખો સંસાર એ માયાની જ ઉત્પત્તિ છે. એવી એ માયા મોહક અને ઠગારી છે.

કડી ૫ - ૬ ફૂલ તરફ ભમરો ખેંચાય છે, પણ આ મનરૂપી ભમરો તો જેની હયાતી જ નથી એવા આકાશપુષ્પમાં બંધાઈ ગયો છે. જૂઠી માયામાં ગૂંચવાઈ ગયો છે. અને દિવસે પણ એને અંધકાર લાગે છે. આત્માનો પરમ પ્રકાશ છતાં તમોગુણને લીધે અજ્ઞાનના તિમિરમાં એ ગોથાં ખાય છે. જ્યારે આત્મ અને અનાત્મનો, અર્થાત્‌ ચેતન ને જડનો, સત્યનો ને અસત્યનો ખરો વિવેક થાય, બંને વચ્ચે રહેલો ભેદ પરખાય, ત્યારે સત્ત્વ રજસ ને તમસ એ ત્રણે ગુણની ઉપાધિ છૂટી નિસ્ત્રૈગુણ્યનો પંથ પકડાય ને પદે પદે મુંઝવતી માયાની ભ્રમણામાંથી છૂટકારો પમાય. જન્મ ને મૃત્યુ વચ્ચેનું આ સંસારમાં દેખાતું જીવન એ તો સમુદ્રના મોજાના ફીણ જેવું તત્ત્વહીન ને જૂઠું છે. મીણબત્તીમાં જે પ્રકાશ દેખાય છે તે જ્યોતિ કંઈ મીણ નથી. તું જેને તારી પોતાની માની રહ્યો છે તે જગતની માયા તો જૂઠી છે.

પૃષ્ઠ ૪૮. પડછાયા તું જે આ બાહ્ય ઉપાસના આદિથી દેવ રીઝવવા પ્રયત્ન કરી રહ્યો છે તે ખોટા છે. એ મૂળ વસ્તુ નથી, પણ પડછાયા છે. મનને મોહ પમાડનારી એ જૂઠી માયા છે.

કડી ૨. ધોબી જેમ કપડાંની ગાંસડી ઉપાડી જાય છે પણ એ તો પારકા કપડાં હોય છે એમાં એનું કંઈ હોતું નથી, તેમ તે પણ આ જીંદગીનો જૂઠો ભાર ઊંચકી લાંબી મજલ કાપી ને બળતા રણમાં ચાલ્યો, પણ એમાં સાચું તત્ત્વ કંઈ નથી.

કડી ૫. તત્ત્વચિન્તન ને ફિલસુફીની મિથ્યા વાતો છોડી દે. બહારથી દેખાડવાને ટીલાંટપકાં કર્યાં છે એ ટપકાં નથી, પણ માયાનાં ટપલાં ખાવા જેવું છે. ખોટા ધખારા છે. તે સૌ ભૂંસી નાખ. પળે પળે ફેરવાતી છાયા જૂઠી છે. મૂળ