પૃષ્ઠ:Kalyanika - Gu - By Ardeshar Khabardar.pdf/૧૫૧

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
ટિપ્પણ
૧૪૫
 

વસ્તુ તો જુદી જ છે, તેમ તારી આ બાહ્ય ઉપાસના પૂજા અર્ચના ફિલસુફી એ સૌ કેવળ ચાળા છે. એ છોડીને સાચો ભક્તિભાવ ગ્રહણ કર.

પૃષ્ઠ ૫૭. માધુરી હે પ્રભુ, તે કેવું માધુર્ય આ જગત પર ઉતાર્યું છે ! રસની કેવી રેલ વહાવી છે ! દશે દિશાને ભરી દેતી તારી કૃપાની ધારા કેવી વરસી રહી છે ! ડોકમાં ગુલાબનાં ઝૂમખાં ઝુલાવતી હોય તેવી ગુલાબી રંગની ઉષા આકાશમાં ઘડીભર ચમકી રહે છે. તેના સૌન્દર્યનું હું પાન કરવા જાઉં છું એટલામાં તો એ સરકી જાય છે. પાછળ સોનેરી ચમરી ચમકાવતો તેજબાલ સૂર્ય પધારે છે. એના સુવર્ણ સમા કિરણોની રજ હું ખોબેખોબે ઝીલવા જાઉં છું પણ મારો ખોબો ખાલી જ રહે છે. લાલ કમળનાં બનાવેલાં તોરણો ટાંગતી સંધ્યા ઘડીભર આકાશમાં આવે છે. એના સૂરો હું અંતરમાં ઝડપી લ‌ઉં છું પણ એટલામાં કોણ જાણે એ ક્યાં અદૃશ્ય થઈ જાય છે ! અંતે લાખો ટીલીટપકીનો તારે મઢ્યો સાળુ પહેરી રાત્રિ પધારે છે. એ સાળુ હું હૈયા સરસો ચાંપું છું તો એનાં તીર ભોંકાય છે ને હજીય એ વ્રણોમાંથી-ઘામાંથી રુધિર ઝરે છે ! આ સર્વ વેદના એ તારી જ દીધેલી વિરલ ભેટ છે. એને હું હૃદયમાં સંઘરી રાખું છું ને તારી કૃપા માની આનન્દિત રહું છું.

પૃષ્ઠ ૬૧. જીવનઘાટના ઘા પ્રભુ, તું મને ઘા પર ઘા મારી રહ્યો છે, એક પછી એક વેદના મોકલી રહ્યો છે, પણ એ ઘા મારા જીવનને ઘડી રહ્યા છે-સુધારી રહ્યા છે-એમ માની એને ફૂલ સમા ગણી હું વધાવી લ‌ઉં છું. દુઃખાનુભવથી હૃદય આર્દ્ર થઈ ભક્તિભાવે તારા તરફ વળશે એમ માની હું સર્વ વિપત્તિઓને સહર્ષ સ્વીકારી લ‌ઉં છું.

કડી ૪ લોખંડ પર કાટ ચઢ્યો હોય છે ત્યારે જેમ કાનસ ફેરવી એ કાટ કાઢી નાખવામાં આવે છે તેમ મારા હૃદય પર લાગેલો માયા વાસના આદિનો કાટ તેં મોકલેલી વિપત્તિરૂપી કાનસ વડે સાફ થઈ રહ્યો છે. વિપત્તિ સહન કરીકરીને મારું હૃદય નિર્મળ થઈ જશે. અને પછી જેમ પારસમણિનો સ્પર્શ થતાં લોખંડ સુવર્ણ બની જાય છે તેમ તારી ભક્તિનો પારસમણિ મારા હૃદયને અડકતાં એ શુદ્ધ સુવર્ણરૂપ અર્થાત્‌ કેવળ ચૈતન્યરૂપ ઈશ્વરમય થઈ જશે, એવી મને શ્રદ્ધા છે.

પૃષ્ઠ ૬૩. અનુભવ જેને દુઃખનો અનુભવ થયો હોય તે જ દુખિયાની સ્થિતિ સમજી શકે છે. સુખી પુરુષો એની કલ્પના કરી શકતા નથી.

કડી ૩ - ૪ - ૫ જ્યાં છ છ મહિના સુધી રાત રહે છે ને ધ્રૂજાવી નાખે એવી ઠંડી પડે છે ને કોઈ પણ ઉપાયથી તે અટકતી નથી એવા ધ્રુવ પ્રદેશના સંકટનો ખ્યાલ બીજા પ્રદેશમાં રહેનારા લોકોને આવતો નથી. દિલમાં ભડકા ઊઠે છે ને