પૃષ્ઠ:Kalyanika - Gu - By Ardeshar Khabardar.pdf/૧૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૪૬
કલ્યાણિકા
 

ઉપર આકાશમાં મેઘ ઘોર ગર્જન કરી રહ્યા છે પણ મંદિરમાં ઘંટોનો એટલો અવાજ થઈ રહ્યો છે કે ભક્તોને એનો ખ્યાલ આવી શકતો નથી. અર્થાત્‌ ઉપાસના આદિ બાહ્ય સાધનોમાં ગૂંચવાએલા ભક્ત હૃદયને પ્રભુના વિરહની વેદનાનો ખ્યાલ આવી શકતો નથી. હે પ્રભુ, તારા પ્રેમની કટારી આજે મારા હૃરદયને વાગી ગઈ છે. બોલીને ન કહી શકાય એવી તારા ભક્તની એ વિરહવેદના તારા સિવાય કોઈ મટાડી શકે એમ નથી.

પૃષ્ઠ ૬૫. પ્રાર્થના કડી ૩ - ૪ માયાના પાશમાં મને બાંધવા જતાં ભક્તિના બંધનમાં બંધાઈ જઈને તું જ મારા હૃદયમાં સપડાઈ ગયો છે. મેં આખરે તારું સાચું સ્વરૂપ ઓળખી લીધું છે. હવે તો હું મુક્ત ન થાઉં ત્યાં સુધી તું પણ છૂટી શકે એમ નથી. વાદળાંઓ વરસી ગયા પછી આકાશ સ્વચ્છ થઈ જાય છે, તેમ દુઃખોને લીધે મારી આંખોમાંથી આંસુ સરી ગયા પછી હવે હૃદય આર્દ્ર થઈ સ્વચ્છ બન્યું છે. હવે હસીને કે રડીને મારે તારી પાસે કંઈ લેવાનું નથી. તારે પણ મારી પાસે કશું માગવાનું રહ્યું નથી. સાચું જ્ઞાન થતાં હવે લેવાદેવાનું કંઈ રહ્યું નહિ.

પૃષ્ઠ ૬૯. લોકદેવની સેવા મનુષ્યો એજ દેવ છે. એ જનતા જનાર્દનની સેવા એ ખરી ઈશ્વરીય સેવા છે. મનુષ્યરૂપે અનેક સ્વરૂપે ઈશ્વર જ વિલસી રહ્યો છે. એ પ્રભુની જીવતી પ્રતિમાઓ છે અર્થાત્ ઈશ્વરના જ અંશભૂત, ઈશ્વરનું જ ચૈતન્ય ધારતી એ વ્યક્તિઓ પાષાણાદિની જડ પ્રતિમા કરતાં વધારે સેવવા યોગ્ય છે.

પૃષ્ઠ ૭૨. પરમાર્થ સંત પુરુષો હંમેશાં પારકાં માટે જીવે છે. એમના શ્વાસોચ્છ્વાસે પરોપકાર કરવાની ઈચ્છા વસી રહેલી હોય છે, બીજાનું ભલું કરવામાં એ પોતાનાં સુખ સગવડનો જરા પણ વિચાર કરતાં નથી. સૂર્ય, તારા, મેઘ, વૃક્ષો, નદીઓ, ચંદનવૃક્ષ એ સર્વે પોતે જાતે ઘસાઈ કષ્ટ વેઠી અગવડ ભોગવી અન્યનું ભલું કરે છે.

કડી. ૬ માથું મોટું પર્વત જેવું હોય, હંમેશા માથું અક્કડ ને અક્કડ રાખતો હોય, પણ એનું કુળ નીચનું હોય છે; સમુદ્ર જેવા લાંબા પહોળા દેખાવના હોય છે, પણ હ્રદય ભિખારી જેવું હોય છે; વિદ્યાવાન હોય, પણ એ વિદ્યા કોઈને ખપ ન લાગે એવો એનો ઉપયોગ કરતા હોય, હૃદયને સ્મશાન જેવું શૂન્ય બનાવી મૂક્યું હોય; એવા કેવળ સ્વાર્થમાં જ રચ્યાપચ્યા રહેનારા જીવો દુનિયાને શાપ સમાન છે. સંત પુરુષો તો જગતના ભલાને અર્થે જ જીવન ગાળે છે.

પૃષ્ઠ ૭૪. કર્મચરિત્ર કડી ૫. સૂતરના દોરા વની તેનું દોરડું બનાવી જેમ કોઈ માનસ તેમાં ફસાય, તેમ કર્મરૂપી સૂતરને વણીવણી તેનું દોરડું