પૃષ્ઠ:Kalyanika - Gu - By Ardeshar Khabardar.pdf/૧૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
ટિપ્પણ
૧૫૫
 

ભરીને સાધુ સંતો જગતને તેનાથી ભીંજવે છે. અર્થાત્ દુનિયામાં ઈશ્વરના જ્ઞાન ને ભક્તિનો ઉપદેશ કરે છે. ગુણીજનોએ આ અમર હોરી-ઈશ્વરની આ અનંત લીલા-ગાઈ છે, તેનું રહસ્ય સમજાવ્યું છે.

પૃષ્ઠ ૧૫૫. પ્રભુનાં તેડાં કડી ૩ - ૪ હે પ્રભુ, તું ક્યારે તારો વીજળીરૂપ સંદેશો મોકલશે ? ક્યારે આ તારા આકાશની પાટી પર એ સંદેશાના અક્ષરો મને સ્પષ્ટ રીતે વંચાશે ? તું તારું તેડું મોકલી મને તારી પાસે બોલાવી તારા સાચા સ્વરૂપનું ભાન ક્યારે કરાવશે ? વાદળાં ખસી જઈ આકાશ ખુલ્લું થાય છે તેમ સંસારની ઉપાધિઓ સરી જઈ અદૃશ્ય દ્વાર - મરણોત્તર પરલોકના જીવનનું દ્વાર ઊઘડશે ત્યારે લાખો સૂર્યોનાં તેજ ઝબૂકશે. તારું જ્યોતિર્મય રૂપ મને જોવા મળશે, ત્યારે જ મારી આંખ ઠરશે. (મરણ વેળા આંખ ઠરી જાય છે તેનો અહીં ધ્વનિ છે.) ત્યારે જ મને આનંદ મળશે.

પૃષ્ઠ ૧૩૧. દૂર જતાં ડગલાં આછો આછો પ્રકાશ-પ્રભુના તેજોમય રૂપનો આવે છે ને ઘડીમાં અદૃશ્ય થઈ જાય છે. એવા આછા ચમકાર કરી હૃદયમાં તલસાટ ઉપજાવે છે. મારો દીવો હવે ઝુમાય છે, ત્યાં વહાલાં સ્વજનો ! મને જીવતો રાખવાનું કરીને શા માટે સતાવો છો ? હવે જવા દ્યો.

કડી ૩ મારા આત્માને એના ઘરમાં પાછો પધરાવવા તેનું આંગણ લીંપીગૂંપીને તૈયાર કર્યું છે. પ્રભુને મળવાની બધી તૈયારી થાય છે. તેને મળવા માટે મેં ઉત્કટ સ્વપ્નો સેવ્યાં છે. મારી આંખ તેને જોવા-એ અગોચર પ્રદેશ તરફ-હું તાકી રહ્યો છું. હવે મારે પાછું ફરીને જોવાનું શી રીતે બને ? પ્રભુ પ્રત્યે જ નિરંતર ખેંચાઈ રહ્યો છું ને ત્યાંજ હવે જાઉં છું. હવે હું સંસાર તરફ પાછી દૃષ્ટિ શી રીતે કરી શકું ? મને શા માટે હજી બોલાવી-બોલાવીને થોભાવો છો ?

પૃષ્ઠ ૧૩૩. દૂરની ઘંટડી દૂર, અગોચર ધામમાંથી નિમંત્રણનો નાદ સંભળાય છે. રૂપેરી ઘંટડી જેવો એ મધુર અવાજ અનન્તતાના માર્ગેથી ધીરે ધીરે આવતો મને સંભળાય છે. હૃદયમાં ને બહાર એના પડઘા પડે છે.

કડી ૨ સૂરજના માર્ગમાં સંધ્યા પુષ્પો પાથરે છે, એટલામાં રાત્રિ અંજન આંજેલી પોતાની આંખ ઉઘાડે છે. જીવનનો સાન્ધ્ય સમય આવી ગયો છે. રાત્રિ પણ પડવા આવી છે. ત્યાં કાળની પાંખમાં ટાંગેલી તારારૂપ રૂપેરી ઘંટડીઓ-અનંતતાનું સૂચન કરતી-પાસે આવતી સંભળાય છે.

કડી ૩-૪-૫-૬ દેવના ઉદ્યાનોનું સ્મરણ કરાવતાં ઉષાનાં સ્વપ્નો સરી ગયાં. પ્રભાત કાળનાં આકર્ષક ચિત્રો પણ અદૃશ્ય થઈ ગયાં. મધ્યાહ્નને શિખરે