લખાણ પર જાઓ

પૃષ્ઠ:Kalyanika - Gu - By Ardeshar Khabardar.pdf/૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ઝંખના
 

પ્રભુપ્રેમના પાગલ

· રાગ જંગલો –– દેશી*[] ·

અમે રે પાગલ પ્રભુપ્રેમના !
નહીં જાણીએ અન્ય જી ;
ઘટમાં જામી ગઈ ઘેલછા,
તેનું તાન અનન્ય જી !
અમે રે પાગલ પ્રભુપ્રેમના ! ૧

ઉર રે વીંધાયું ઊંડું ઘણું,
ધૂન લાગી છે લાખ જી !
જગત જળાવીને તેહની
ચોળી તન પર ખાખ જી !
અમે રે પાગલ પ્રભુપ્રેમના ! ૨

માલ મલીદા ન માગિયે,
ટુકડા રોટીનું ખાજ જી;
ફાટી તૂટી કંથા ગોદડી :
એજ છે અમ રાજ જી !
અમે રે પાગલ પ્રભુપ્રેમના ! ૩

મહોલ મંદિર ને માળિયાં,
ગમે નહીં ઘરબાર જી !
પૃથ્વી લીલાભરી પોઢવા,
આભ ઓઢવા છે સાર જી !
અમે રે પાગલ પ્રભુપ્રેમના ! ૪


  1. *"જનની જીવો રે ગોપીચંદની" એ ભજનની રાહ.