આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮
કલ્યાણિકા
ડાહી તમારી દુનિયા ઘણી,
એનું ડહાપણ અબોલ જી :
પ્રભુના ઘેલા અમે ઘૂમિયે,
એમાં જ અમને કલ્લોલ જી !
અમે રે પાગલ પ્રભુપ્રેમના ! ૫
શું કરીએ વિશ્વરૂપ વસ્ત્રને,
મેલું કરી દે અંગ જી ;-
એ વસ્ત્રના પહેરનારશું
અમને લાગ્યો છે રંગ જી !
અમે રે પાગલ પ્રભુપ્રેમના ! ૬
અંધારે ચાલે સહુ તારલા,
ઝબકે ઘેલાતૂર જી ;
અમને યે અંધારાં એ ગમે,
નયને ઊગ્યાં કો નૂર જી !
અમે રે પાગલ પ્રભુપ્રેમના ! ૭
હદ છોડી બેહદમાં ગયા,
જીભે કહ્યું નહીં જાય જી :
ડાહ્યાં રે હો તો નવ આવશો
અદલ આ પાગલોમાંય જી !
અમે રે પાગલ પ્રભુપ્રેમના ! ૮