લખાણ પર જાઓ

પૃષ્ઠ:Kalyanika - Gu - By Ardeshar Khabardar.pdf/૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
ઝંખના
૨૧
 


પવન આવે, ડાલ હલાવે,
પુષ્પ કરે મૃદુ નૃત્ય ;
પુષ્પે પતંગિયું બેઠું ત્યાં ડોલે,
શું જાણે એ સત્ય ?
સંત વિના કોણ બતાવે પ્રભુપંથ ? ૩

તિમિર ચળકે, પૃથ્વી પીગળે,
સાગર ઘન થઈ જાય :
લાખ દિશાનાં, લાખ નયનનાં,
પડ આ ઊતરે ક્યાંય ?
સંત વિના કોણ બતાવે પ્રભુપંથ ? ૪

ગગને બલુન રહ્યું બાથ ન આવે,
તોય વીંધી દે સોય :
એક જ શબ્દે, એક જ સાને,
અંધ નયન પથ જોય !
સંત વિના કોણ બતાવે પ્રભુપંથ ? ૫

વાદળ ઘેરાં ગગનને,
ઘોર બને અંધાર :
સૂર્ય વિના તો કોણ કરે ત્યાં
અદ્‍ભૂત ધનઝલકાર ?
સંત વિના કોણ બતાવે પ્રભુપંથ ? ૬