આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૬
કલ્યાણિકા
બુંદ પડે કે માવઠું, પણ
પાકે નહીં કો પાક;
હું તો ભરભર હેલીઓ માગું :
નાથ ! ન ચાલે જરાક રે !
મને એક જ તારો સાથ ! ૪
માપ્યાં સુખ સૌ સ્વર્ગનાં ને
માપી દિશા ને વાટ :
આત્મ ભરે નભપાર ઉછાળા આ,
અંતર મારું વિરાટ રે :
મને એક જ તારો સાથ ! ૫
સિંધુમાં પાકે મોતીડાં, એવી
જાણું અદ્દલ તુજ જ્યોત :
બિંદુ ખરું પણ સિંધુનું, નાથ !
એક જ તુજ મુજ પોત રે !
મને એક જ તારો સાથ ! ૬
તારાં સ્વર્ગને શું કરું, નાથ હો ?
મને જોઇએ તારો જ સાથ !