આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
આવરણ
૨૯
તલાવડી દૂધે ભરી રે
• આશાભર્યાં તે અમે આવિયાં •
દૂધે ભરી તલાવડી,
ને એની મોતીડે પૂરી પાળ રે :
તલાવડી દૂધે ભરી રે;
ઊંચા તે દેશનો હંસલો
આવી ચરે લીલૂડી શેવાળ રે :
તલાવડી દૂધે ભરી રે. ૧
ચંદા ચટકતી આવતી
મોતી ઉની લે ચુંદડી ને ચીર રે :
તલાવડી દૂધે ભરી રે;
ભરે ભરે ને ઢળે બેડલું,
તોય થાકી તજે ન એના તીર રે :
તલાવડી દૂધે ભરી રે. ૨