આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
આવરણ
૩૧
મેહુલિયો મહોરવે મોતીડાં,
ને વીજ હીંચે ગગનને ગોખ રે :
તલાવડી દૂધે ભરી રે;
એ રે તલાવડી ઝીલવા
આવે ચૌદે ભુવનના લોક રે !
તલાવડી દૂધે ભરી રે. ૬
ઊંચેરા દેશના હંસલા !
તારે આ શી ચરવી શેવાળ રે ?
તલાવડી દૂધે ભરી રે;
દૈવી આ દૂધ ને મોતીડાં
તારાં સાચાં છે ભક્ષ્ય રસાળ રે :
તલાવડી દૂધે ભરી રે. ૭
સાવ રે સુધાના વીરા હંસલા !
તારાં સાવ રે સુધાનાં ઝગે તેજ રે :
તલાવડી દૂધે ભરી રે;
દૂધે ઝીલી, ચરી મોતીડાં,
ઊંચે ઊડ્યો જા ઓજસે એ જ રે !
તલાવડી દૂધે ભરી રે. ૮