પૃષ્ઠ:Kalyanika - Gu - By Ardeshar Khabardar.pdf/૪૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૩૨
કલ્યાણિકા
 દિવ્ય પ્રતિબંધ

• ગરબી*[૧]

મારે લાખ લાખ આંખના પ્રકાશ, હો નાથજી !
તોય મારી આંખમાં શી ઝાંખ જો ?
મારે લાખ લાખ સ્નેહના ઉલ્લાસ, હો નાથજી !
તોય વીંઝી કેમ બીડે પાંખ જો ?
મારે લાખ લાખ આંખના પ્રકાશo ૧

મારે ઊંડાં ઊંડાં અનંત આકાશ, હો નાથજી !
તોય મને ડારે શી દિગંત જો ?
મારે ઊંડી ઊંડી અંતરની આશ, હો નાથજી !
તોય કેમ તૂટે એના તંત જો ?
મારે લાખ લાખ આંખના પ્રકાશo ૨

મારે ઊંચા ઊંચા સ્વપ્નના આવાસ, હો નાથજી !
તોય જામે ધરાની શી ધૂળ જો ?
મારે રંગ રંગ ભર્યાં મુખે હાસ, હો નાથજી !
તોય શી આ વાગે હૈયે શૂળ જો ?
મારે લાખ લાખ આંખના પ્રકાશo ૩


  1. * આ ગરબી નવી રચી છે.