લખાણ પર જાઓ

પૃષ્ઠ:Kalyanika - Gu - By Ardeshar Khabardar.pdf/૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
આવરણ
૩૩
 


તારે લાખ લાખ ભાનુના ઉજાસ, હો નાથજી !
⁠તોય તારે આભે શા અંધાર જો ?
મારે લાખ લાખ જન્મની મિરાસ, હો નાથજી !
⁠તોય મારે ભીડવાં શાં દ્વાર જો ?
⁠મારે લાખ લાખ આંખના પ્રકાશo ૪

મારે પદે પદે દિવ્ય તારા પાશ, હો નાથજી !
⁠તોય વીંઝે આત્મ મારો પાંખ જો :
તારે આભે આભે સ્નેહના હુતાશ , હો નાથજી !
⁠તોય કોણ ઢાંકે મારી આંખ જો ?
⁠મારે લાખ લાખ આંખના પ્રકાશo ૫