લખાણ પર જાઓ

પૃષ્ઠ:Kalyanika - Gu - By Ardeshar Khabardar.pdf/૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
આવરણ
૩૫
 


સોહે તલાવડી કે સોહે એ હંસલો,
⁠સોહે સરોજ ભ્રમરચૂમ્યાં રે લોલ;
આભલેથી કાલપડછાયા ઊતરતાં
⁠રહેશે એ કોણ અણઝૂમ્યાં રે લોલ ? ૫

કમળતલાવડી એ ઊભો છે હંસલો :
⁠હંસલા ! ઉઘાડ તારી આંખો રે લોલ !
અદ્દલ કમળ પર ગુંજે ભ્રમર ભલે :
⁠બીડી શેં તારી દેવપાંખો રે લોલ ? ૬