પૃષ્ઠ:Kalyanika - Gu - By Ardeshar Khabardar.pdf/૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૪૦
કલ્યાણિકા
 




પ્રભુની પ્રીત

• પદ — રાગ આસાવરી•


પ્રભુશું પ્રીત નથી કંઈ સહેલ,
એ તો શિરસટ્ટાનો ખેલ !—(ધ્રુવ)

પ્રભુનો પંથ રહ્યો પાવકનો,
જગત જળે ભર ભડકે;
રજનીભર અંગારા વરસે,
દિવસ તપાવે તડકે !
પ્રભુશું પ્રીત નથી કંઈ સહેલ○ ૧

અંધારાંના સાગર વીંટે,
વીંટે વાદળ ઘેરાં;
વીજ કડાકે ભડકા મારે,
કંપે આભ અનેરાં :
પ્રભુશું પ્રીત નથી કંઈ સહેલ○ ૨