લખાણ પર જાઓ

પૃષ્ઠ:Kalyanika - Gu - By Ardeshar Khabardar.pdf/૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
આવરણ
૪૯
 


ધૂપ દીપ મંદિરમાં કીધાં,
⁠ઘણણ વગાડી ઘંટા :
નહીં તુજ દેવે આંખ ઉઘાડી :
⁠એ સૌ મિથ્યા ટંટા !
⁠મનવા ! છોડ બધી તુજ માયા ! ૩

પાણીમાં મોજાં પર સરતાં
⁠બિંબ શશીનાં સળકે :
પાણીમાં શું જોય ? ઉપર જો !
⁠ચંદ્ર ખરો નભ ચળકે !
⁠મનવા ! છોડ બધી તુજ માયા ! ૪

છોડ બધી તુજ આ ફિલસૂફી,
⁠ભૂંસી દે ટીલાં ટપલાં !
પળપળ ફરતી છાયા શું રે
⁠આ શાં અદ્દલ અડપલાં ?
⁠મનવા ! છોડ બધી તુજ માયા ! ૫