પૃષ્ઠ:Kalyanika - Gu - By Ardeshar Khabardar.pdf/૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
સાધન
૫૯
 




વચન


• રાગ કાફી — તાલ ત્રિતાલ •


વચન તું કેમ ભૂલે રે ?
ઓ પ્રભુ ! તારું વચન તું કેમ ભૂલે રે ? – (ધ્રુવ)

નિયમ તારા તેં જ બાંધ્યા, હતા તેવા મને લાધ્યા;
સત્ય છાયું જીવનમૂળે રે :
ઓ પ્રભુ ! તારું વચન તું કેમ ભૂલે રે ? ૧

સૂરિ તેજ ને તાપ રહે છે, ચંદ્રે શીતળ અમૃત વહે છે;
કોટિ સૃષ્ટિ અધર ઝૂલે રે !
ઓ પ્રભુ ! તારું વચન તું કેમ ભૂલે રે ? ૨