પૃષ્ઠ:Kalyanika - Gu - By Ardeshar Khabardar.pdf/૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
સાધન
૬૩
 




અનુભવ


• રાગ ધનાશ્રી - તાલ ત્રિતાલ [૧]


દુઃખના દાઝ્યાં દિલ તે દાઝે;
શું સમજે એ હોય સુખિયાં જે ?
દુઃખનાં દાઝ્યાં દિલ તે દાઝે. - (ધ્રુવ)

તનદુઃખ મનદુઃખ જગમાં
બહુ બહુ જનને બાઝે;
અંધાનાં કોણ ઉકેલે અંધારાં,
જામ્યાં જીવનભરનાં જે?
દુઃખના દાઝ્યાં દિલ તે દાઝે.

રામ ને લક્ષ્મણ વનવન રઝળ્યા
સતી સીતાને કાજે;
બાર બાર વર્ષનાં દુઃખ શું જાણે
ઘરમાં રહી જે વિરાજે?
દુઃખના દાઝ્યાં દિલ તે દાઝે.

  1. "રામબાણ વાગ્યાં હોય તે જાણે," - એ ધના ભગતના ભજનની રાહ.