પૃષ્ઠ:Kalyanika - Gu - By Ardeshar Khabardar.pdf/૭૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૬૪
કલ્યાણિકા
 

ખટ ખટ માસની રાતડી ધ્રુજે,
ખૂટે ન કોઈ ઈલાજે;
સાલે નહીં ધ્રુવ દેશનાં સંકટ
અન્ય પ્રદેશસમાજે :
દુઃખના દાઝ્યાં દિલ તે દાઝે. ૩

તાપતણા તણખા તન ઊઠે,
ઘોર ગગન ઘન ગાજે;
ભક્તનું અંતર સુણી રહ્યું તે ન
મંદિરઘંટ-અવાજે !
દુઃખના દાઝ્યાં દિલ તે દાઝે. ૪

હો પ્રભુ ! તારી તો નેહકટારી
અદલ ઉરે પડી આજે:
ભક્તતણું એ અબોલ વિરહદુઃખ
તું વિણ કોણ રે ભાંજે ?
દુઃખના દાઝ્યાં દિલ તે દાઝે. ૫