પૃષ્ઠ:Kalyanika - Gu - By Ardeshar Khabardar.pdf/૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
સાધન
૭૧
 

એક આપીને સો પામશો,
સો દઈ લેશો રે લાખ જી :
એ રે સેવાનાં સંતોષમાં
જડશે સ્વર્ગોની ઝાંખ જી !
સેવા કરો રે લોકદેવની !

એ રે સેવાની સુધાથકી
ખીલે પુણ્યના મહોર જી:
અલખ નિરંજન એ પદે
અદ્દલ આનંદ છે ઓર જી !
સેવા કરો રે લોકદેવની !