પૃષ્ઠ:Kalyanika - Gu - By Ardeshar Khabardar.pdf/૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
સાધન
૭૫
 


કર્મે દાની, માની, જ્ઞાની,
મર્મે નીચ ગણાયા;
કર્મે લાખી, કર્મે ખાખી,
કર્મે મૂરખ ડાહ્યા :
બાબા ! છોડ કર્મની છાયા ! ૩

કર્મે તપ તીરથ ને પૂજા,
કર્મે ત્રિભુવનપાયા ;
કર્મ જ જન્મતણું છે કારાણ;
કર્મે સહુ વાહ્યા !
બાબા ! છોડ કર્મની છાયા ! ૪

કર્મસૂતરના દોરા વણી વણી
આપ જ મહીં ગૂંથાયા;
માયાનો શણગાર સજાવી
મંદિરદેવ સ્થપાયા !
બાબા ! છોડ કર્મની છાયા ! ૫

કર્મ કાળરૂપ સહુને બાઝે,
એમાં સહુ અટવાયા;
કર્મ છૂટ્યે જન્માંતર છૂટે :
અદ્દલ ન રહો અથડાયા !
બાબા ! છોડ કર્મની છાયા ! ૬