આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૭૮
કલ્યાણિકા
પૂર્ણ જીવનની સુંદરતા
• રાગ કેદાર — તાલ ત્રિતાલ [૧] •
રે મન ! કાં રહે એકલરંગી ? —
કાં રહે એકલરંગી,
રે મન ! કાં રહે એકલરંગી ?
હું—તું કશું યે જીવનમાં નથી,
એક જ વિશ્વ અભંગી !
રે મન ! કાં રહે એકલરંગી ? — (ધ્રુવ)
એક અમિત અવકાશે ગબડે
ગોળ જગતના જંગી;
એક ભ્રમણગાને નિયમે રહે :
તું કાં ભિન્નતરંગી?
રે મન ! કાં રહે એકલરંગી ? ૧
- ↑ "મો સમ કૌન કુટિલ ખમ કામી?" - એ રાહ."