આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૮૦
કલ્યાણિકા
યોગ
• રાગ માઢ — તાલ દાદરો •
તારો યોગ ક્યાં સાધું, નાથ હો !
તેં તે છોડ્યો ક્યારે સંગાથ ? - (ધ્રુવ)
અંતરમાં તુજ થાય ટકોરા ને
ચાલે ચેતન તુજ બહાર ;
પળપળ તારો શ્વાસ ભરું, તું
દૂર રહ્યો ક્યાં લગાર રે ?
તેં તે છોડ્યો ક્યારે સંગાથ ? - તારો૦ ૧
ક્ષણક્ષણ શિરમાં સણકા ફૂટે ને
આંખે વહે તુજ વહેણ :
તારાં જ ગાન ગવાડ્યાં હું ગાઉં,
તારાં જ કહું રસકહેણ રે :
તેં તે છોડ્યો ક્યારે સંગાથ ? - તારો૦ ૨