આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
સાધન
૮૧
અંતર પુણ્યની મેખ જડે ત્યાં
લાગે ખીલા મુજ દેહ :
નેણનાં નેવ ઝરે શતધારે હો,
નાથ ! શા તુજ અમીમેહ રે !
તેં તે છોડ્યો ક્યારે સંગાથ ? - તારો૦ ૩
ભરભર કુંભ ભર્યો છલકાય આ,
માય નહીં વધુ નીર ;
ભીતર નખશિખ તું જ ભર્યો પછી
સાધું કયે બીજે તીર રે ?
તેં તે છોડ્યો ક્યારે સંગાથ ? - તારો૦ ૪
અગ્નિમાં ભળતાં વાયુ મળે ને
વાયુમાં ભળતાં આકાશ :
નાથ ! હું તો તુજ કોટે રમું, ત્યાં
યોગ ને ભોગ સૌ પાશ રે !
તેં તે છોડ્યો ક્યારે સંગાથ ? - તારો૦ ૫
સ્નેહસાયુજ્ય હું પામિયો, ત્યાં
સાધું અવર શા યોગ ?
નાથ ! આ દેહમાં ડંખ પડે, તે તો
કીટ ભમરીના જોગ રે !
તેં તે છોડ્યો ક્યારે સંગાથ ? - તારો૦ ૬