પૃષ્ઠ:Kalyanika - Gu - By Ardeshar Khabardar.pdf/૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પ્રકાશ
૮૯
 

આઘા તે ગિરિવર ગઢ દિસે,
ને આઘા આઘા દિશાના દોર રે :
ઊડવા આઘાં આઘાં રે ;
ફૂટે જ્યાં પાંખ જરી આત્મને,
ત્યાં તો તૂટે કૈં કાળજાની કોર રે !
ઊડવા આઘાં આઘાં રે. ૬

આઘા ફિરસ્તા ને દેવતા,
ને આઘા આઘા પ્રભુજીના મહોલ રે :
ઊડવા આઘાં આઘાં રે ;
પડ્યો જે પ્રાણ દેહપિંજરે,
તેનો આઘે સુણે કોણ બોલ રે ?
ઊડવા આઘાં આઘાં રે. ૭

આઘા આવાસ આશાતણા,
ને આઘાં આઘાં છે પ્રાણનાં પ્રયાણ રે :
આઘેરો આત્મ ઉડાવતાં,
વહાલાં ! લાધશે સ્નેહ કલ્યાણ રે !
ઊડવા આઘાં આઘાં રે. ૮