પૃષ્ઠ:Kalyanika - Gu - By Ardeshar Khabardar.pdf/૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૦
કલ્યાણિકા
 




અનિર્વાચ્ય પરતત્ત્વ

• રાગ કેદાર — તાલ ત્રિતાલ[૧]


રે પ્રભુ ! કેમ તને બતલાવું ?
કેમ તને બતલાવું ?
રે પ્રભુ ! કેમ તને બતલાવું ?
લોક પૂછે પ્રભુ કેવો છે તે
કેમ કરી સમજાવું ?
રે પ્રભુ ! કેમ તને બતલાવું ?-(ધ્રુવ)

અગમ, અરૂપ, અગોચર, અનહદ :
શા અંકે અંકાવું ?
એક અકળ અંતરનો વાસી
ક્યમ શબ્દે ઉતરાવું ?
રે પ્રભુ ! કેમ તને બતલાવું ?


  1. " મો સમ કૌન કુટિલ ખલ કામી, " એ રાહ.