પૃષ્ઠ:Kanchan Ane Geru.pdf/૧૦૪

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૬ : કાંચન અને ગેરુ
 

ચમક થાય.’

'મહાન સૈનિક ! હું કેમ સૈનિક બન્યો એ...'

ફરી નિરુપમાં સહેજ ચમકી અને મને પણ તત્કાળ એની ચમકનું કારણ જડી આવ્યું. ઘુવડનો અપશુકનિયાળ બોલ ક્યાંકથી સંભળાતો હતો ! છાપરાને કોઈ ટોડલેથી એ ઘુઘવાટભર્યો ઉચ્ચાર આવવા લાગ્યો. મને પણ સહેજ અણગમો આવ્યો.

'એ તો ઘુવડ છે.' મેં કહ્યું.

'કેટલાય દિવસથી એ બોલે છે.'

'તને વહેમ આવે છે?'

'આવતો હતો — હવે નહિ.'

'શો વહેમ આવતો હતો ? '

'તમે પાસે ન હો ત્યારે તમારી જ ચિંતા થાય ને?'

'ઘુવડના બોલને ન ગણકારી હું આવ્યો...અરે ! એ બોલ્યા જ કરે છે શું? ' બહાદુરી બતાવવા હું જતો હતો એટલામાં ફરી ઘુવડ બોલ્યું.

આખો દિવસ ગામે હેરાન કર્યો; વર્ષો સુધી યુદ્ધે હેરાન કર્યો; થોડી ક્ષણો આજે મળી તેમાં હવે ઘુવડ જંપ લેવા દેતું નથી ! પરંતુ મારા જેવા મૃત્યુપ્રેમીને કોઈનો પણ ભય શા માટે ? ભારેમાં ભારે જોખમો સહી પાર ઊતરેલા મારા જેવાને ઘુવડનો ભય હોય જ નહિ, પરંતુ કંટાળો તો જરૂર લાગે !

'બોલવા દો એને. આપણે શું ? શરીર જરા સુકાયું, નહિ ?' નિરુપમાએ કહ્યું.

‘હવે તને જોઈશ, જોયા કરીશ એટલે મારું શરીર – ડૅમ ઈટ —આ ઘુવડને શું થયું છે? શા માટે એ બોલ્યા કરે છે? '

'છો બોલે ! આ દોરો રાખો. સાત વખત બોલે અને દર બોલે એક એક ગાંઠ વાળવી; પછી એ દોરો પાસે રાખે તેને કશા ય અપશુકન નડે નહિ.' નિરુપમાએ ઘુવડની બોલીમાં રહેલા અપશુકનનું