પૃષ્ઠ:Kanchan Ane Geru.pdf/૧૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૦ : કાંચન અને ગેરુ
 

અને કહ્યું: 'શી આ ઘેલછા તને લાગી છે? ક્રૌંચ, ઘુવડ, રામ, સીતા એ બધું છે શું?'

'સમજ ન પડી ?'

'ના, જરા ય નહિ.'

'જોડ ભંગાય નહિ.'

'એટલે ?'

'ઓ મૂરખ ! જોડ શું એની ખબર નથી ? ' હસીને નિરુપમાએ કહ્યું.

'ના.'

'હું અને તું કોણ એ સમજાય છે?'

મારી બંદૂક ઉપરની પકડ હળવી બની ગઈ. હું સમજયો, છતાં નિરૂપમાને ચીડવવા ખાતર પૂછયું : 'હજી ન સમજાયું એમ કહું તો?'

'તો હવે એટલું જ કહેવું' બાકી રહ્યું કે એક ઘુવડ આજે યુદ્ધમાંથી તદ્દન જડ બનીને આવ્યો છે !'

મેં બંદૂક નીચે નાખી દીધી, અને નિરુપમાએ હાથમાં લઈ લીધી.

ઘુવડ પછીથી બોલ્યું જ નહિ; મારી ભરીભરી દ્રષ્ટિમાં એના બોલને માટે સ્થાન રહ્યું જ નહિ.