પૃષ્ઠ:Kanchan Ane Geru.pdf/૧૩૪

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૬ : કાંચન અને ગેરુ
 

જોઈએ. પરંતુ ગાંધીવાદી અસહકારની ઢબે કરવો કે ક્રાન્તિવાદી છૂપાંષડૂયન્ત્રો રચીને કરવો? હિંદુસ્તાનનો ઉદ્ધાર હિંદુ તરીકે કરવો અને હિંદુઓનું એક મહારાજ્ય સ્થાપવું કે ઈસ્લામીઓ સહ અન્ય ધર્મીઓને પણ લડતમાં સાથે રાખી સર્વમાન્ય મોરચો સ્થાપવો ?

પરંતુ છેલ્લે છેલ્લે દેશની લડતમાં ઇસ્લામીઓ તરફથી થતી અડચણો દેશનેતાઓની માફક વિદ્યાર્થીઓને પણ મૂંઝવી રહી હતી. મુસલમાનોનું – આગેવાનોનું વલણ ન સમજાય એવું ગૂંચવણ ભરેલું અને લડતને વિઘ્નરૂપ નીવડતું હતું અને પ્રતિદિન એ વલણ પ્રબળ બન્યે જતું હતું. હિંદને સ્વાતંત્ર્ય મળવું જોઈએ? એ પ્રશ્નનો ઇસ્લામીઓનો જવાબ 'હા' હતો; પરંતુ હિંદમાં હિંદુઓની વસતી વધારે હોવાથી હિંદુઓની બહુમતીવાળું સ્વાતંત્ર્ય તેમને ન ખપે. અલગ મતાધિકાર, હિંદુઓ જેટલાં જ પ્રધાનપદ, હિંદુઓ કરતાં પણ વધારે પ્રમાણમાં નોકરીની સગવડ–પછી લાયકાત હોય કે નહિ તોપણ. આ ઉપરાંત કૈંક નમૂનેદાર સગવડો હિંદી ઇસ્લામ માગતો હતો. એ બધી સગવડ મળે તો ય ખ્રિસ્તી, શીખ અને બાકી રહેલી કોમો હિંદુઓ સાથે ભળી જાય તો અમારો ઈસ્લામ ખતરામાં આવી પડે એવી બૂમ મારી બેફામ બનતો હિંદી ઈસ્લામ મારકણો બનતો જતો હતો.

ઈસ્લામને બાંહેધરી આપવામાં આવી ! પણ તે ખપી નહિ. હિંદી રાષ્ટ્રીયતાને વગોવી, તેનાથી અલગ ચીલો પાડી, હિંદના ઈસ્લામીઓની જાત, ધર્મ અને સંસ્કાર ભિન્ન છે એવાં ઢોલ-ત્રાંસાં પિટાવી આખા હિંદુસ્તાનમાં કોમવાદનું ઝેર ફેલાવી ધર્મને વટાવી જરાય મહેનત કર્યા વિના પાકિસ્તાન મેળવી ઈસ્લામી નેતાઓએ હિંદ:સ્વાતંત્ર્યના પ્રભાતે હિંદને ચીરી તેના બે ભાગ કરાવ્યા. એ ઝેરસીંચ્યાં. અગ્નિની હોળી પ્રગટી અને ક્રુરમાં ક્રુર મુસ્લિમ બાદશાહે કલ્પ્યું પણ નહિ હોય એવું માનસિક દોજખ હિંદને ગામડે ગામડે, શહેરે શહેરમાં અને લતા-લતામાં પ્રગટી ઊઠ્યું. હિંદુમુસલમાન દોસ્ત