પૃષ્ઠ:Kanchan Ane Geru.pdf/૧૫૩

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સત્યના ઊંડાણમાં : ૧૪૫
 

પણ ખરાં. છતાં તેમની અવરજવર એવી ન હતી કે જેથી આપણને અણગમો આવે. સમય જોઈ, અનુકૂળતા વિચારી, એક કરતાં વધારે વાર બોલાવીએ ત્યારે જ તેઓ અમારી બાજુએ આવતાં; અને આવતાં ત્યારે પણ જાણે ઘરનાં જ કુટુંબી હોય એમ સરળતાપૂર્વક વર્તતાં.

અમારા ઘરમાં એ ત્રણેક વર્ષ રહ્યાં. કુસુમ એક બાળકની માતા પણ બની; અને ત્યારે અમે એની તથા કુમારની બહુ કાળજી લીધી. કુમાર તો વારંવાર મને કહે : 'મોટાભાઈ ! તમે ન હોત તો અમારું શું થાત ? ' અમારી સહાયને હું હસી કાઢતો, અને કહેતો : ‘કુમાર ! તું મને “મોટાભાઈ” કહે છે, નહિ ? '

'હા જી. આપે એક સગા અને મોટાભાઈ તરીકેનું જ વર્તન અમારી સાથે રાખ્યું છે.'

'તો તારે અને તારા પિતાને હવે મેળ થવામાં વાર નહિ લાગે. એ દિવસ આવે ત્યારે મને ભાગીદાર ગણજે.'

‘જરૂર. હું મારો ભાગ ગણીશ જ નહિ; પણ બધું જ તમને સોંપીશ.'

'નહિ નહિ, મિલકતમાં ભાગ નહિ. તારા આનંદમાં...'

એ દિવસ જલદી આવી પહોંચ્યો છે એમ મને લાગ્યું. કુમારના એક વડીલ સગાએ આવી કુમારને કહ્યું : 'તારી શાળાની રજામાં તું નર્મદા કિનારે આવે તો કેવું?'

'મને શી હરકત છે ! હું તો રજામાં રખડું જ છું.'

'તારા માતાપિતા ત્યાં આવવાનાં છે.'

'પણ એ તો મારું મુખ જોવા માગતાં નથી– મારું જીવતું મુખ.'

'માની લે કે કદાચ તેમ હોય, પણ તારા પુત્રને જોવાની તો તેમને બહુ જ ઈચ્છા થઈ છે.'

'મારી કે મારી પત્નીની હાજરી વગર એ કેમ બની શકે ?'

'હું કહું તેમ કરજે ! વગર સમજ્યે તો હું અહીં આવ્યો