પૃષ્ઠ:Kanchan Ane Geru.pdf/૧૬૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


નિશ્ચયહજી સાધન અનુસાર કુટુંબ રચવાની જવાબદારી હિંદ સમજ્યું નથી.

રમાનો જન્મ ઠીક ઠીક મોટા કુટુંબમાં થયો હતો. તેને બે મોટી બહેનો હતી અને બે નાના ભાઈઓ હતા. પિતામાતા હતાં અને કેટલાંક સગાંવહાલાંનાં બાળકો એક જ ઘરમાં ભણવા માટે રહેતાં હતાં. હિંદની કુટુંબવત્સલતા ત્યારે એટલી ઘસાઈ ગઈ ન હતી કે ઘરમાં ચોખ્ખા નિજકુટુંબ સિવાય બીજા કોઈનો સમાસ ન જ થાય.

રમાની બન્ને મોટી બહેનો પરણી ગઈ હતી. છોકરીઓ, દીકરીઓ ઠીક ઠીક જગાએ જોગવાઈ જાય એ સ્વાભાવિક રીતે જ વડીલો ઈચ્છે; અને એ જોગવાઈ બે બહેનો પૂરતી થઈ ચૂકી હતી. પરંતુ રમાની જોગવાઈનો પ્રશ્ન આવતાં માબાપને લાગ્યું કે દુનિયા પલટાઈ ગઈ છે. ને લગ્ન વિષેના વિચારમાં ક્રાંતિકારી બની ગઈ છે.

વાગ્દાન ભલે નક્કી થાય, પણ લગ્ન તો મોડું જ થવું જોઈએ ! એવો એક મત સમાજમાં ઘૂમી રહ્યો.

છોકરીઓ પણ કેળવાયેલી, ભણેલી – બને તો અંગ્રેજી ભાષાથી