પૃષ્ઠ:Kanchan Ane Geru.pdf/૧૬૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૬ : કાંચન અને ગેરુ
 

વિભૂષિત – હોવી જ જોઈએ, તે સિવાય લગ્ન સુખી ન જ નીવડે ! એવો બીજો મતપ્રવાહ સમાજમાં વ્યાપી રહ્યો હતો.

અભણ, અર્ધ ભણેલી છોકરીઓ ભાવિ પતિને ગમે કે નહિ એ પ્રશ્ન પણ પતિ પાસે આવતાં પહેલાં સુધરેલાં માબાપને જ તે કોરવા લાગ્યો.

બાળલગ્ન તો જોતજોતામાં અદ્રશ્ય થઈ ગયું – ઊંચી કહેવાતી કોમોમાંથી. 'બાળ' શબ્દની વ્યાખ્યા પણ ઝડપથી ફરવા માંડી – જૂની ઢબનાં માબાપને ભય ઉપજાવે એવી ઢબે.

એટલે બે મોટી બહેનોએ અંગ્રેજી ચોથીમાંથી શિક્ષણ મૂકી સંસાર માંડ્યો હતો, તેવી તક રમાને મળે એમ ન હતું. એને માટે જ્ઞાતિમાં જ સારું ભણતા એકબે છોકરાઓ માબાપની નજરમાં હતા જ, પરંતુ સારું ભણતા છોકરાઓનાં માબાપ પણ સારી સંપત્તિવાળાઓ કરતાં વિવાહની બાબતમાં વધારે ઉદ્ધતાઈ સેવે છે.

'છોકરી સારી છે... પણ જરા ભણવા દો. પછી જોઈશું.' એ છોકરાના માબાપનો જવાબ હવે જાણીતો બન્યો છે.

છોકરાઓ માટે ભણતર લગ્નબજારની એક ઠીક ઠીક થાપણ ગણાતું – જો ધન ન હોય તો. પરંતુ છોકરીઓને તો બે થાપણની જવાબદારી સહ લગ્નબજારમાં પ્રવેશ કરવો પડે એવી સ્થિતિ હવે ઉત્પન્ન થવા માંડી હતી : એક રૂપ અને બીજું ભણતર !

અલબત્ત, માબાપની સાંપત્તિક સ્થિતિને ત્રીજું તત્ત્વ માની શકાય.

એટલે રમાને આગળ ભણવું પડ્યું. ભણતરનું ખર્ચ પણ માબાપને ઉઠાવવું પડ્યું. સારો સોદો કરવો હોય ત્યારે ખર્ચ સામે કેમ જોવાય ?

રમાનું ભણતર પણ યશસ્વી નીવડતું ચાલ્યું. સ્ત્રીજાત સરખી સ્થિતિસ્થાપક જાત પ્રભુએ બીજી સર્જી જ નથી. જે સ્થિતિમાં મુકાય એ સ્થિતિ સ્ત્રી કબૂલ કરી લે છે. કદાચ આછી આનાકાની કરે,