પૃષ્ઠ:Kanchan Ane Geru.pdf/૧૬૭

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નિશ્ચય: ૧૫૯
 

કક્ષાના તવંગરો સિવાય બીજાને શક્ય ન જ હોય. રમાનાં માબાપને, ભાઈભાંડુને કે રમાને એ સગવડ ન જ હોય. રમા ઘરકામ પણ કરતી, ભણતી અને સ્થિતપ્રજ્ઞ સરખી જે માથે પડતું તે ઉઠાવી લેતી. જૂની ઢબનું ઘરકામ અને નવી ઢબનું ભણતર જે સ્થિતિ ઉપજાવે છે, તે સ્થિતિ તે સહી લેતી.

રમા સારું ભણતી એટલે વિદ્યાર્થીઓનું લક્ષ્ય પણ તેના તરફ ઠીકઠીક રહેતું. તેના સુસ્વભાવને લઈને બહેનપણીઓ પણ તેના તરફ આકર્ષાતી અને 'ભાઈઓ' પણ ઠીક પ્રમાણમાં તેની સેાબત શોધતા. ચા પીવા માટે, 'પિકનિક' ઉપર જવા માટે, નાટક-સિનેમા જોવા માટે તેને ઠીકઠીક આમંત્રણ પણ મળતાં; પરંતુ આમંત્રણ સ્વીકારવાની તેને જરા ય વૃત્તિ રહેતી નહિ અને સમય પણ રહેતો નહિ. કૉલેજનું રસવંતું ભણતર અને પ્રોફેસરોની મહિનામાં ત્રણચાર દિવસની અવશ્ય માંદગી જેવાં વિદ્યાર્થીઓને ગમતાં સાધનો મળતાં ન હોત તો કૉલેજના વિદ્યાર્થીઓને હોટેલ તથા સિનેમાની આજની જેટલી ઓળખાણ ભાગ્યે જ થઈ શકી હોત. કોઈ પ્રોફેસર પીરિયડ ન લેવાના હોય, અગર એક 'પીરિયડ' તથા બીજા 'પીરિયડ' વચ્ચે બુદ્ધિમાન કૉલેજ નિયામકો કશો શિક્ષણક્રમ ગોઠવી શક્યા ન હોય, ત્યારે વિદ્યાર્થી-વિદ્યાર્થિની અભ્યાસ ઉપરાંત રેસ્ટોરાંનાં પણ અનુભવ લઈ શકે છે.

રમા કદી કદી એવા અનુભવ લેતી ખરી. એમાં કોઈનું ચાલે એમ હોતું નથી. તેમાં એ જયારે ગૌતમ તેને આગ્રહ કરતો ત્યારે તેનાથી ના પાડી શકાતી નહિ. ગૌતમ એક સુખી કુટુંબનો રમાની જ જ્ઞાતિનો નબીરો હતો. એની જ સાથે રમાનો વિવાહ મેળવવા વર્ષો પહેલાં રમાનાં માબાપે નિષ્ફળ પ્રયત્ન કર્યો હતો. માતાપિતાની સુખી સ્થિતિ હોવા છતાં ગૌતમ ઠીક ઠીક ભણતો હતો, અને સુખી