પૃષ્ઠ:Kanchan Ane Geru.pdf/૧૬૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૦ : કાંચન અને ગેરુ
 

સ્થિતિને પરિણામે આકર્ષક પણ બની રહેતા હતા. જ્ઞાતિની ઘણી છોકરીઓનાં માગાં પાછાં ફેરવ્યાનું અભિમાન ગૌતમ અને તેનાં માતાપિતા લઈ શકે એમ હતું. એ નવીન કુલીનતાના અભિમાની ગૌતમને લાગ્યું કે જ્ઞાતિમાંથી તેમ જ કૉલેજમાંથી રમા કરતાં વધારે સુયોગ્ય યુવતી બીજી જડવી મુશ્કેલ છે ! અલબત્ત સ્થિતિમાં ફેર ખરો ! રમાના પિતાથી રમાને સાઈકલ પણ લાવી અપાતી નથી ! હેરઓઈલ પણ કેવું હલકી જાતનું તે વાપરતી ? – ધુપેલ ! નખ રંગવાની સગવડ પણ તેના પિતા તેને કરી આપતા દેખાતા નહિ ! છતાં સંપત્તિશાળી ગૌતમ હલકો ન હતો; એ આવા સંપત્તિભેદ ચલાવી લે એવો ઉદાર હતો !

અને એની ઉદારતા વ્યક્ત પણ થતી. રમાના ભાઈઓને પણ એ કદી કદી ભેટ આપતો અને તેમની સાથે જ રમાને પણ રૂમાલ, સેન્ટ, સુન્દર છબી, છબીનું પુસ્તક, કલાભરી કોઈ ચીજ કદી કદી મોકલતો. પોતાની પુત્રીઓની આસપાસ ચાલતા વ્યવહારો માબાપની નજર બહાર કદી રહે જ નહિ. પરંતુ કેટલાક વ્યવહાર ઇચ્છનીય અને ગમતા હોય છે. ભણાવીને પણ છોકરીને તો પરણાવવાની જ ને ? આપોઆપ ઈચ્છિત વર તેને મળી જતો હોય તો તેમાં ડાહ્યાં માબાપ કદી વાંધો લેતાં જ નથી. અલબત્ત, બાળક બાળકીનાં લગ્ન ગોઠવવાનો માબાપનો જૂનો હક્ક એમાં ચાલ્યો જાય છે ખરો. છતાં સમયના પલટાને પિછાની માબાપ પણ સારા પ્રમાણમાં હક્ક ખોવાની ઉદારતા દર્શાવે છે. એટલે રમાને જૂની દુનિયામાં પડવા પાત્ર મુશ્કેલી નડી નહિ; એટલું જ નહિ, ગૌતમ તથા રમાને કદી કદી સાથે ફરતાં જોયાની ચુગલી માબાપ હસીને બાજુએ મૂકતાં.

કોઈ દિવસ સંધ્યાકાળે રમા કહેતી કે 'હું બે કલાક જઉં ?'

ત્યારે માબાપ સમજતાં કે ગૌતમ સાથે રમા કાં તો ફરવા જતી હતી અગર સિનેમા જોવા જતી હતી. અલબત્ત, રમાને પરવાનગી