પૃષ્ઠ:Kanchan Ane Geru.pdf/૧૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૨ : કાંચન અને ગેરુ
 

નથી. બસ?' રમાએ જવાબ આપ્યો.

માએ પાસું બદલતાં કહ્યું: 'છોકરાને એમ જૂઠું ન સમજાવ... એ તો સમજશે, પણ...'

'મા ! હું જૂઠું સમજાવતી નથી. હું લગ્નની ના કહીને આવી છું.' રમા બોલી.

મા પથારીમાં બેઠી થઈ ગઈ ! પરંતુ બાળકો તો રમાને એટલા વહાલથી વળગી પડ્યા કે તેમનાથી છૂટવું રમાને અશક્ય થઈ પડ્યું.

ગૌતમના હાથ કરતાં બાળકોના દેહ રમાને વધારે ચોખ્ખા લાગ્યા.