પૃષ્ઠ:Kanchan Ane Geru.pdf/૧૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નવલિકામાંથી એક પાન : ૧૭૭
 


'તારી પત્ની છે છતાં ?'

‘હા, એમાં શું ? જો ને પેલી ડૉકટર મન્થિનીએ પત્નીવાળા પતિ સાથે લગ્ન કર્યું જ છે ને ?'

મેં દાખલો આપ્યો તે સમયે એકપત્નીવ્રતનો આગ્રહ કાયદાએ સ્વીકાર્યો ન હતો; અને ખાસ ભણેલી છોકરીઓ સપત્નીત્વથી ભય પામતી ન હતી.

તરંગિણી જરા વાર શાંત રહી અને એકાએક ધૂમ્ર-ઢગલો મારા મુખ ઉપર ફેંકી બોલી : ‘હું જોઈશ; વિચાર કરીશ.'

પરંતુ એણે કશું જોયું કે નહિ અને કશો વિચાર કર્યો નહિ. ઊલટી તે અમેરિકા અભ્યાસ વધારવા ગઈ અને ત્યાં અભ્યાસ કરતા એક યુવકની સાથે પરણી ગઈ.

પત્ની પ્રત્યેનો મારો અભાવ હવે વધી ગયો. મારા સુખમાં શૂળરૂપ બની બેઠેલી સુશીલાને છૂટાછેડા અપાતા હોત તો હું આપી ચૂક્યો હતો. પરંતુ હિંદુ વિધિમાં એ શક્ય ન હતું. અને...અને તેનો દોષ..? આમ તો કશો જ દોષ દેખાય નહિ. પરંતુ મને એ બિલકુલ ગમતી ન હતી, એટલો દોષ શું પૂરતો ન હતો? મારી આંખ ઉપર અસર કરે એવું પહેરવું, મારા દિલને હુલાવી નાખે એવું બાલવું, ચારે પાસથી નજર ખેંચાય એવી ઢબે ફરવું, એમાંનું કાંઈ જ તેને આવડે નહિ. સારી રસોઈ કરે, આજ્ઞા પાળે, હું લડું ત્યારે એક શબ્દ પણ સામે ન ફેંકે, પગે લાગે, દેવદર્શને જાય, કદાચ વ્રત કરે, અને આખો જૂનો જમાનો મારી આસપાસ રચ્ચે જાય. મારે કહેવું જોઈએ કે મારા એ અણગમાથી પ્રેરાઈ હું કદી સુશીલાને ધોલ ઝાપટ પણ કરતો. પરંતુ એની કશી ફરિયાદ એણે કોઈ સ્થળે કરી જ નહિ. એનો કયો દોષ આગળ કરી હું અદાલતે જાઉં? ખાસ આગળ કરવા જેવો દોષ તેનામાં દેખાતો નહિ એથી તો હું